Header Ads Widget

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

મહાગુજરાત આંદોલન





૧) શામળદાસ ગાંધીએ વંદે માતરમ્ અખબાર શરૂ કર્યું હતું.

૨) જુનાગઢને ભારતમાં સમાવવા ૧૯૪૮માં લોકમત લેવાયો હતો.

૩) સૌરાષ્ટ્ર રાજ્યની વિધાનસભાના સ્પીકર – પુષ્પાબેન મહેતા.

૪) આરઝી હકુમતનું મુખ્ય કેન્દ્ર રાજકોટને બનાવાયેલું.

૫) સૌરાષ્ટ્ર રાજ્યના ઉદ્ધાટક – સરદાર વલ્લભભાઈ પટેલ.

૬) જે.વી.પી. સમિતિની રચના ૧૯૪૯માં કરાઈ હતી.

૭) રાજ્ય પુન:રચના પંચની રચના – ૧૯૫૩.

૮) મોતીલાલ નહેરુએ નહેરુ રીપોર્ટ ૧૯૨૮માં આપ્યો હતો.

૯) મહાગુજરાત આંદોલનના મુખ્ય વિરોધી – મોરારજી દેસાઈ.

૧૦) મહાગુજરાત આંદોલન દરમ્યાન “જેલ ભરો”ની આગેવાની જ્યંતિ દલાલે લીધી હતી.

૧૧) મહાગુજરાત આંદોલન દરમ્યાન શહીદ દિવસ – ૮ ઓગસ્ટ.

૧૨) જુનાગઢથી પ્રેરાઈને અન્ય માણાવદરમા નાના રજવાડાએ પાકિસ્તાન સાથે વિલય જાહેર કરેલો.

૧૩) બાબરીયાવાડને બચાવવા સરદાર પટેલે મોકલેલ સેનાના આગેવાન – ગુરુદયાલસિંગ બ્રિગેડિયર.

૧૪) રાજવી કૃષ્ણકુમારસિંહજી મદ્રાસ રાજ્યના પ્રથમ ગર્વનર બનેલા.

૧૫) ભારત સાથે જોડાનાર પ્રથમ રજવાડું – ભાવનગર.

૧૬) કચ્છનો સમાવેશ “C” વર્ગના રાજ્યોમાં થયેલો.

૧૭) આઝાદી બાદ ભારતમાં લગભગ ૫૬૨ દેશી રજવાડા હતાં.

૧૮) રજવાડાઓના વિલીનીકરણમાં સરદાર પટેલને મદદ કરનાર તેમના સચિવ – વિ. પી. મેનન.

૧૯) આરઝી હકુમતની સ્થાપના માટે મુંબઈમાં બેઠક ભરાયેલી.

૨૦) આબુ,ડાંગ,ઉમરગાંવ વગેરે પ્રદેશો ગુજરાતમાં ભેળવવા માટે નાનુભાઈ દેરાસરીએ પુરાવા રજુ કર્યા.

૨૧) ગુજરાતનું પ્રથમ સચિવાલય – પાંજરાપોળ.

૨૨) મહાગુજરાત આંદોલન ૪ વર્ષ ચાલ્યું હતું.

૨૩) શહીદ સ્મારક તોડવા બાદ થયેલી હીંસાની તપાસ કરવા કોટવાલ પંચ નીમાયેલું.

૨૪) ગોળીઓ પર કોઈના નામ સરનામા નથી હોતા એમ ઠાકોરભાઈ દેસાઈએ કહેલું.

૨૫) અમીર નગરીનો ગરીબ ફકીર એટલે ઈન્દુલાલ યાજ્ઞિક.

૨૬) મહાગુજરાત જનતા પરિષદ પક્ષનું મુખ્ય પ્રતિક – કૂકડો.

૨૭) જે.વી.પી. સમિતિ ૧૯૪૯માં રચાયેલી.

૨૮) અલગ ગુજરાતની સ્થાપના વખતે રવિશંકર મહારાજે લોકોને તુમારશાહીથી બચવા કહેલું.

૨૯) નહેરુએ અલગ ગુજરાતની માંગણી સ્વીકરતી સભા કાંકરીયા ખાતે ભરાયેલી.

૩૦) ઈન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા ૬ (છ) ભાગમાં લખાઈ હતી.